આણંદના ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી સંઘના નિયામક મંડળની 12 સામાન્ય અને એક વ્યક્તિગત બેઠક સહિત 13 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચાર બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય થતા કુલ 9 બેઠકો માટે યોજાયેલા મતદાનની મત ગણતરી આજે હાથ ધરવામાં આવી હતી, જેમાં 7 બેઠકો પર ભાજપનો અને બે બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોનો વિજય થતા ભાજપે પૂર્ણ બહુમતથી અમૂલમાં સત્તા હસ્તગત કરી હતી.






