પ્રમુખસ્વામી નગરના આકર્ષણોની દિવ્યતાથી મુલાકાતીઓ મંત્રમુગ્ધ…

0
279

પ્રમુખસ્વામીનગરના અદ્‌ભૂત પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દરરોજ દર્શનાર્થે આવનાર
મુલાકાતીઓ નગરના વિવિધ આકર્ષણોની દિવ્યતા જોઈને મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. રોજ અલગ અલગ થીમ પર યોજાતા કાર્યક્રમો, કોન્ફરન્સમાં પણ દેશ-વિદેશના મહાનુભાવો, જુદા જુદા ક્ષેત્રના
તજજ્ઞો ભાગ લઈ જ્ઞાનપ્રદ માહિતીનું આદાનપ્રદાન કરે છે. ગઈકાલે
યોજાયેલ અધ્યાત્મ અને આરોગ્ય દિન અંતર્ગત કાર્યક્રમમાં લિએન્ડર પેસ
સહિતની નામાંકિત હસ્તીઓએ હાજરી આપી હતી. પ્રમુખસ્વામી નગરના પ્રવેશદ્વારથી લઈ સમગ્ર
સંકુલમાં ઊભી કરાયેલ બાલનગરી સહિતના આકર્ષણો નિહાળી
મુલાકાતીઓ ધન્યતા અનુભવે છે. મુલાકાતીઓની સુવિધા અને સેવા
માટે હજારોની સંખ્યામાં સમર્પિત સ્વયંસેવકોની કામગીરી પણ પ્રશંસનીય
રહી છે. સરકારની ગાઈડલાઈન મુજબ કોરોના વેવ સામે સુરક્ષારૂપ્ બીએપીએસ દ્વારા જાહેર કરાયેલા
સૂચનોનું પણ ચુસ્તપાલન થઈ રહ્યું છે.