કોરોના લૉકડાઉન અને પ્રતિબંધોમાં છૂટ મળવાની સાથે હિલ સ્ટેશનો અને અન્ય પ્રવાસન સ્થળો પર લોકોની ભીડ અને કોરોના પ્રોટોકોલના ઉલ્લંઘન પર કેન્દ્ર સરકારે ફરી ચેતવણી આપી છે. સરકારે કહ્યું કે, કોરોનાની બીજી લહેર હજુ ગઈ થી અને આ પ્રકારે બેદરકારીથી મહામારીને સીધુ આમંત્રણ છે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ હિલ સ્ટેશનો અને પ્રવાસન સ્થળો પર કોરોના વાયરસનો પ્રસાર રોકવા માટે રાજ્ય સરકારો દ્વારા ઉઠાવેલા પગલાની સમીક્ષા કરતા રાજ્યોની સાથે લોકોને પણ એલર્ટ કર્યાં છે. બેઠકમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બંગાળ, મહારાષ્ટ્ર, ગોવા, કેરલ અને તમિલનાડુમાં કોરોનાની સ્થિતિ અને રસીકરણની સમગ્ર સ્થિતિ પર વિસ્તારથી ચર્ચા થઈ છે.
બેઠકમાં તે પણ જણાવવામાં આવ્યું કે વિભિન્ન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બીજી લહેર નબળી પડી રહી છે અને સમગ્ર સંક્રમણ દર પણ ઘટ્યો છે, પરંતુ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, કેરલ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને બંગાળના ઘણા જિલ્લામાં હજુ પણ સંક્રમણ દર 10 ટકાથી વધુ છે.