બિપરજોય વાવાઝોડાએ દિશા બદલી, ગુજરાતમાં તબાહી મચે તેવા એંધાણ

0
282

પ્રચંડ વાવાઝોડા બિપરજોયના કચ્છ જિલ્લા અને પાકિસ્તાનના કરાચી તટ વચ્ચે 15 જૂનના રોજ પહોંચવાની સંભાવનાને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકાર એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓને કાંઠા વિસ્તારોમાં તૈનાત કરી રહી છે તથા છ જિલ્લાઓમાં આશ્રયકેન્દ્ર સ્થાપિત કરશે. તોફાન કાંઠા વિસ્તારમાં કયા સ્થાને ટકરાશે તે અંગે આવનારા દિવસોમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. એક અધિકારીએ રવિવારે જણાવ્યું કે 13થી 15 જૂન વચ્ચે ભારે વરસાદ થવાના અને  પવન ફૂંકાવવાથી કચ્છ, જામનગર, મોરબી, ગિર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ચક્રવાતથી પ્રભાવિત થાય તેવી શક્યતા છે. હાલ આ વાવાઝોડું પ્રતિ કલાક પાંચ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. બિપરજોયી વાત કરીએ તો હાલ આ વાવાઝોડું મુંબઈથી 540 કિમી, પોરબંદરથી 360 કિમી, દ્વારકાથી 400 કિમી, નલિયાથી 660 કિમી અને કરાચીથી 660 કિમી દૂર છે. એવું કહેવાય છે કે વાવાઝોડું બિપરજોય માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ થશે. લેન્ડફોલ વખતે પવનની ઝડપ 125થી 135 કિમી રહેશે જે 150 કિમી પ્રતિ કલાક સુધી વધી શકે છે. હાલ આ બિપરજોય નામનું તોફાન એકસ્ટ્રીમ સીવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બન્યું છે. ચક્રવાતી તોફાનના ગુજરાતના તટોથી ટકરાવવાના પરિણામ સ્વરૂપે અહીં ઉત્તરી અને પશ્ચિમ કાંઠા જિલ્લાઓમાં 2-3 મીટરની તોફાની લહેરો, છાપરાવાળા ઘરોનો વિનાશ, પાકા ઘરો અને રસ્તાઓને નુકસાન, પૂર, ઊભા પાક, વૃક્ષારોપણ અને બાગોને મોટા પાયે નુકસાન, તથા રેલવે, વિજળી લાઈનો અને સિગ્નલ સિસ્ટમના ખરાબ થવાની આશંકા છે. ભારત સ્થિતિ ક્ષેત્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્ર (આરએસએમસી)એ એક બુલેટિનમાં આ જાણકારી આપી છે.