ઈસરોના વૈજ્ઞાનિકોની મહેનત અને જુસ્સો હજુ પણ વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સાધવાના પ્રયાસ માટે ઓછા થયા નથી. સાથે જ વૈજ્ઞાનિકો ભવિષ્યના અભિયાનો માટે પણ એટલા જ ઉત્સાહથી તૈયારી કરી રહ્યાં છે.
આગામી 5થી 7 વર્ષોમાં ઈસરો એવા ઘણા મિશનોને અંજામ આપી રહી છે જે ભારતને અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રે દુનિયામાં સૌથી અગ્રણી દેશ બનાવી દેશે. આનાથી દુનિયાભરમાં ઈસરો અને ભારતના સ્પેસ પ્રોગ્રામ અંગેનો વિશ્વાસ વધુ મજબૂત બની જશે. સાથો સાથ ભારતની સ્પેસ ટેકનોલોજી સંબંધિત ક્ષમતાઓમાં પણ ઘણો વધારો થશે.