ભાદરવી પૂનમ ના મેળાને લગતા તમામ મહત્વપૂર્ણ સ્થળોને એકસાથે સંકલિત કરવા QR કોડ જનરેટ કરવામાં આવ્યો

0
120

શકિતપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાઇ રહ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળાની વ્યવસ્થાઓને લગતા તમામ મહત્વપૂર્ણ સ્થળોને એકસાથે સંકલિત કરવામાં આવ્યા છે અને એક QR કોડ જનરેટ કરવામાં આવ્યું છે. ગુગલ મેપ્સ દ્વારા કોઈપણ વ્યક્તિ તેના ઇચ્છિત સ્થાન પર સીધા પહોંચવા માટે કોડને સ્કેન કરી શકે છે. આ કોડ દ્વારા પાર્કિંગ, વિસામો, દર્શન સહિતની તમામ સગવડો વિશે યાત્રાળુઓને પોતાના મોબાઈલમાં જાણકારી મળી રહે છે.
આ ઉપરાંત ભાદરવી પૂનમના મેળા સંબધિત ‘યાત્રિક સુવિધા માર્ગદર્શિકા’ બ્રોસર પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેમાં મેળાનું સમગ્ર લોકેશન, બસોની રૂટ વાઇઝ વ્યવસ્થા, દાન માટેની ઓનલાઇન સુવિધા, પદયાત્રી સંઘો માટેની સૂચનાઓ, દર્શન વ્યવસ્થા, આરોગ્ય સંબધિત સેવાઓ, સુરક્ષા-સલામતી વિષયક માહિતી, વિસામો, ટોઇલેટ, પગરખાં કેન્દ્ર સાથે સમગ્ર મેળાના વર્ચ્યુઅલ રિયાલિટી દર્શન સહિતની તમામ વિગતો દર્શાવવામાં આવેલી છે. જેના દ્વારા યાત્રિકો કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના મેળાની વ્યવસ્થાઓ માણી શકે.