ભારતના વડાપ્રધાન Narendra Modiએ નવી દિલ્હીમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ Luiz Inácio Lula da Silva સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરી છે. ગ્લોબલ સાઉથના બે અગત્યના દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે બંને નેતાઓએ બેઠકમાં અનેક વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરી.
વડાપ્રધાન મોદીએ ભારત-બ્રાઝિલ સંબંધોને “વિન-વિન પાર્ટનરશિપ ” ગણાવતા જણાવ્યું કે ભારત આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને 20 અબજ ડોલરથી વધુ સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. બ્રાઝિલ લેટિન અમેરિકામાં ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે અને બંને દેશો ટેકનોલોજી, નવીનતા, સંરક્ષણ, આરોગ્ય, ફાર્માસ્યુટિકલ્સ અને પરંપરાગત ઔષધિ ક્ષેત્રે સહકાર વધારવા તૈયાર છે.
Modi-Lula Power Deal: ક્રિટિકલ મિનરલ્સ અને રેયર અર્થ પર થયા કરાર
ઉલ્લેખનીય છે કે બેઠક દરમિયાન ક્રિટિકલ મિનરલ્સ અને રેયર અર્થ તત્ત્વો અંગે મહત્વપૂર્ણ કરાર થયા છે. આ કરાર મજબૂત અને વિશ્વસનીય સપ્લાય ચેઇન ઉભી કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ખાસ કરીને સ્વચ્છ ઊર્જા, અદ્યતન ઉત્પાદન અને હાઇ-ટેક ઉદ્યોગોમાં આ સહકારથી લાભ થવાની અપેક્ષા છે.






