ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ

0
231

સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. સિઝનના પહેલા વરસાદમાં જ મેઘરાજાએ સૌરાષ્ટ્રના હાલ બેહાલ કરી નાંખ્યા છે. ત્યારે દરિયાકાંઠાના જિલ્લાઓ સહિત અન્ય જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે પડી રહેલા ભારે વરસાદ વચ્ચે CM ભુપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાતે પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે, જામનગરમાં પડી રહેલા ભારે વરસાદથી લોકોના ઘરમાં ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરમાં મુલાકાતે આવ્યા હતા. ત્યારે મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.