રાજ્યમાં આજથી ફરી હેલ્મેટ ફરજીયાત : ગુજરાત હાઇકોર્ટ 

0
1005

ગુજરાતની રૂપાણી સરકાર માટે હેલ્મેટનો મુદ્દો એક શરમની વાત બની ગયો છે. પહેલાં જોરશોરથી હેલ્મેટ મરજિયાત હોવાની જાહેરાત રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવી હતી. પણ જેવો જ આ નિર્ણયના વિરોધમાં હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી તો અડધી પીચે રમતાં સીએમ રૂપાણીની સરકાર જાણે કે પાણીમાં બેસી ગઈ હતી. અને તેઓએ અત્યાર સુધીનો સૌથી મોટો યુ ટર્ન લઈ લીધો હતો. રૂપાણી સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરતાં જણાવ્યું કે, રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત જ છે.અગાઉ રૂપાણી સરકારે જાહેરાત કરી હતી કે, મહાનગર પાલિકા સહિતની જગ્યાઓએ હેલ્મેટ મરજિયાત છે. ફક્ત હાઈવે ઉપર જ હેલ્મેટ ફરજિયાત છે. લોકોના સોશિયલ મીડિયામાં વિરોધ બાદ સહિતનાં કારણો દર્શાવીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રૂપાણી સરકારે જણાવ્યું હતું. જે બાદ આ નિર્ણયના વિરોધમાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે મામલે હાઈકોર્ટે 3 દિવસ પહેલાં જ સરકારને નોટિસ પાઠવી હતી.

તે સમયે સરકારે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત જ છે, અને પાછળ બેસનારને પણ હેલ્મેટ પહેરવું પડશે. જ્યારે આજે સરકારે આ મામલે હાઈકોર્ટમાં પોતાનું સોંગદનામું રજૂ કર્યું હતું. જેમાં સરકારે જણાવ્યું કે, રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત જ છે. મરજિયાતનો કોઈ પરિપત્ર જાહેર કરાયો નથી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં હેલ્મેટને લઈ ત્રણ વખત વલણ બદલ્યું છે. આરસી ફળદુએ કરેલી જાહેરાતને હાઈકોર્ટે રદ કરી હતી. એટલું જ નહીં પણ 12 વર્ષનાં બાળક અને મહિલાઓને પણ કોઈ છૂટ આપવામાં આવી નથી, તેઓને પણ હેલ્મેટ પહેરવું પડશે. સેન્ટ્રલ મોટર વિહીકલ એક્ટ 2019ના વિરુદ્ધમાં ગુજરાત સરકાર દ્વારા જનતાને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સેક્શન 129 મુજબ હેલ્મેટ ફરજિયાત છે પરંતુ રાજ્ય સરકારે કાયદાને હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને લોકો સુધી એક પ્રેસ નોટ દ્વારા પહોંચાડાયો હતો. ગુજરાત સરકાર દ્વારા હેલ્મેટ મરજીયાત કર્યા બાદ સુપ્રીમ કોર્ટના રોડ સેફ્ટી કમિટી દ્વારા પત્ર પાઠવીને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પાસેથી સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટના અમલીકરણનો રિપોર્ટ પણ માંગવામાં આવેલો હતો. જેમાં રાજ્ય સરકારને કાયદો બદલવાની કોઈ સત્તા નથી એનો સ્પષ્ટપણે ઉલ્લેખ પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here