રાજ્યમાં કોરોનાના નવા 490 કેસ નોંધાયા

0
882

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 490 કેસ નોંધાયા છે. જેની સામે 1278 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 6 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9991 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.46 ટકા છે. અત્યાર સુધીમાં 2,00,30,392 વ્યક્તિઓને કોરોના વેક્સીન આપવામાં આવી છે. આજે કુલ 2,94,583 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 64 સુરતમાં 100, વડોદરામાં 77, રાજકોટમાં 38, જૂનાગઢમાં 24, ભરુચમાં 19, જામનગરમાં 18, ગીર સોમનાથમાં 18, મહેસાણા, વલસાડમાં 12-12, અમરેલીમાં 11, દેવભૂમિ દ્વારકા, ખેડામાં 10-10, પંચમહાલ, ગાંધીનગર, પોરબંદરમાં 9-9, કચ્છ, નવસારીમાં 8-8, ભાવનગરમાં 7 સહિત કુલ 490 કેસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here