રાજ્યમાં ખેલમહાકૂંભ 2.0 નો CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયો પ્રારંભ ….

0
272

આજે ખેલમહાકૂંભ 2.0 નો પ્રારંભ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયાના ટ્રાન્સસ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યો છે. જેમાં પેરા એશિયન ગેમ્સ 2023માં વિજેતા થયેલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓનું ખેલ પ્રતિભા રોકડ પુરસ્કારથી સન્માનિત કરાશે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે. આ સિવાય તાલુકા કક્ષાએ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર પણ અપાશે.આ ખેલ મહાકૂંભમાં રેકોર્ડ બ્રેક 66.17 લાખ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ વખતે ખેલ મહાકુંભમાં 39 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ખેલ મહાકૂંભના વિજેતા ખેલાડીઓને 45 કરોડના પ્રોત્સાહક ઈનામ અપવામાં આવશે. આ ખેલ મહાકૂંભની ૨૦૧૦ મા પીએમ મોદી દ્વારા ગુજરાતના યુવાનો માટે શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે ૧૫ લાખથી વધુ ખેલાડિઓએ ભાગ લિધો હતો. હાલ આ યાત્રા ૬૬ લાખ યુવાનોએ ભાગ લિધો છે.
એટલુ જ નહી ખેલ મહાકૂંભે ગુજરાતની ઈમેજમા બદલાવ લવ્યો છે. ગુજરાતના ખેલાડિઓ પહેલા નેશનલ ગેમમા ભાગ લેવા જતા તો ખમણ અને ઢોકળાથી ઓળખતા હતાં. પરંતુ હવે, ગુજરાતના ખેલાડિયો અન્ય રાજ્યોના ખેલાડિઓને હરાવી અનેક મેડલો હાંસલ કરીને આવે છે.