રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ગુજરાત શિક્ષણ વિભાગનો મહત્ત્વનો નિર્ણય…

0
293

22 જાન્યુઆરીએ અડધો દિવસ રજા અંગે સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને નિર્દેશ આપ્યા છે. તેમાં લખવામાં આવ્યું છે કે, 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે હેતુસર 22/01/2024 સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા Gujarat સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2:30 વાગ્યા સુધી બંધ રાખવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. તેથી તમામ સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉપરોક્ત જાહેરનામાનો ચુસ્ત અમલ કરવાની સૂચના અપાય છે.