રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે છે. જેમાં રાષ્ટ્રપતિ 9થી 11 ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આજે સાંજે રાજકોટ પહોંચશે. 10 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ સોમનાથ મંદિરમાં આરતી કરશે. તથા ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની પણ રાષ્ટ્રપતિ મુર્મૂ મુલાકાત લેશે. તથા સાસણ ગીરમાં આદિવાસીઓ સાથે વાતચીત કરશે. 11 ઓક્ટોબરે ભગવાન દ્વારકાધીશની આરતી કરશે. ગુજરાત વિદ્યાપીઠના 71માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે સાંજે 7 વાગ્યે ભારતીય વાયુ સેનાના વિમાન મારફતે તેઓ રાજકોટ નજીક હીરાસર એરપોર્ટ ઉપર આવી પહોંચશે. હીરાસર એરપોર્ટ ઉપર ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગતવિધિ બાદ રાષ્ટ્રપતિ સહિત સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલો કાફલો મોટર માર્ગે સર્કિટ હાઉસ આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાત્રિ રોકાણ રાજકોટના સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવ્યું છે. અહીંથી તા. 10ના સવારે મહામહિમ રાષ્ટ્રપતિ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ જવા રવાના થશે.






