‘લખપતિ દીદી’ઓ સાથે PM મોદીનો અનોખો બોર્ડરૂમ-શૈલીમાં વાર્તાલાપ

0
38

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનાં ગુજરાત પ્રવાસનાં બીજા દિવસે નવસારી પહોંચ્યા હતા અને અહીં ‘લખપતિ દીદી’ ઓ સાથે બોર્ડરૂમ શૈલીમાં વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદી જે રીતે કંપનીઓનાં CEO સાથે વાતચીત કરે છે તે રીતે લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યો હતો. આ વાતચીત દરમિયાન હાથમાં નોટપેડ અને પેન્સિલ લઈને, પીએમ ચર્ચાનાં મુખ્ય મુદ્દાઓ નોંધવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પીએમ મોદીએ લખપતિ દીદીઓ સાથે બોર્ડરૂમ શૈલીમાં વાતચીત કરી
નવસારીમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખપતિ દીદીઓ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીની આ મુલાકાત ખૂબ જ અનોખી રહી હતી, કારણ કે પીએમ મોદીએ લખપતિ દીદીઓ સાથે બોર્ડરૂમ શૈલીમાં વાતચીત કરી હતી, જે રીતે તેઓ કંપનીઓનાં સીઈઓ સાથે વાતચીત કરે છે. જણાવી દઈએ કે આ દરમિયાન, હાથમાં નોટપેડ અને પેન્સિલ લઈને, પીએમ ચર્ચાનાં મુખ્ય મુદ્દાઓ નોંધવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા. મોટાભાગની મહિલાઓએ કહ્યું કે, પીએમ મોદી, તેમની નીતિઓ અને તેમણે આપેલી પ્રેરણાને કારણે તેઓ લખપતિ દીદી બની શક્યા છે.