લદ્દાખની ગાલવાન વેલીમાં બન્ને દેશના સૈનિક વચ્ચે હિંસક અથડામણ

0
939

ભારત-ચીન સીમા વિવાદ હવે મોટા તણાવમાં બદલાઈ રહ્યો છે. સોમવારે રાતે લદ્દાખની ગાલવાન વેલીમાં બન્ને દેશના સૈનિક વચ્ચે હિંસક અથડામણ થઈ છે. જેમાં ભારતના એક કર્નલ અને બે જવાન શહીદ થયા છે. જે કર્નલ શહીદ થયા તેઓ ઇન્ફન્ટ્રી બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર હતા. મળતી માહિતી પ્રમાણે, બન્ને દેશોના સૈનિક વચ્ચે હિંસક અથડામણ ડી-એક્સકેલેશનની પ્રોસેસ દરમિયાન થઈ હતી. ડી-એક્સકેલેશન હેઠળ બન્ને દેશોની સેના તણાવ ઓછો કરવાના પ્રયાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here