વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ:ભારત અને વિદેશના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી……

0
248

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ભારત અને વિદેશના નેતાઓ અને અગ્રણી વ્યક્તિઓ આ પ્રસંગે અભિનંદન પાઠવી રહ્યા છે. ખાસ કરીને ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયો મેલોની, રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની શુભકામનાઓએ ભારતની વધતી જતી વૈશ્વિક સ્થિતિ પર ભાર મૂક્યો હતો. આ શુભેચ્છાઓ માત્ર વ્યક્તિગત સ્નેહ જ નહીં પરંતુ ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરે છે.

ઇટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે X પર પીએમ મોદી સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો અને લખ્યું, ‘ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ. તમારી શક્તિ, દૃઢ નિશ્ચય અને લાખો લોકોનું નેતૃત્વ કરવાની ક્ષમતા પ્રેરણાનો સ્ત્રોત છે. મિત્રતા અને આદર સાથે હું તમારા સ્વાસ્થ્યની કામના કરૂં છું જેથી તમે ભારતને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી શકો અને આપણા દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવી શકો.