વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી વિસ્તારમાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની છેલ્લા કેટલાક સમયથી ચાલતી વાતોનો આખરે અંત આવ્યો છે. અત્યાંધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ થશે. જેનું કાર્ય પૂર્ણ કરવાનો આગામી જૂન-૨૦૨૭ સુધીનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ અગાઉ વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે પણ ચાલીસ કરાડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિદ્યાઓ સાથે નવીન ફૂટબોલ ગ્રાઉન્ડ, સ્કેટિંગ રિંક તથા ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવાનું કાર્ય પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર હોવાની જાહેરાત કરવામાં આવી હતી.વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ટી.પી. ૬૦, એફ.પી. ૧૨૮ ખાતે ૪૧૭૦૭ ચો. મીટરમાં નવીન ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવશે. જેની કામગીરી આગામી બે મહિનામાં જ શરૂ કરી દેવામાં આવનાર હોવાનું વડોદરા મહાનગર પાલિકાના સૂત્રોએ જણાવ્યુ હતુ.






