વિકસતા ગુજરાતની વરવી વાસ્તવિકતા પણ કંઈક અલગ છે. શિક્ષિત યુવાઓ નોકરી માટે ફાંફાં મારી રહ્યાં છે. શિક્ષિત યુવાઓના સપનાઓ અધૂરાં રહ્યાં છે. આ અમે નથી કહી રહ્યાં આ વાતનો પુરાવો સરકારી આંકડાઓ જ આપી રહ્યાં છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં માત્ર ૩૨ શિક્ષિતોને જ સરકારી નોકરી મળી શકી છે. ગુજરાતમાં શિક્ષિત યુવાઓને રોજગારીની ઘણો તકો છે તેવી ગુલબાંગો પોકારવામાં આવી રહી છે પણ કડવી વાસ્તવિકતા એછેકે, ગુજરાતના શિક્ષિત યુવાઓના સરકારી નોકરી મેળવવાના સપનાં પૂર્ણ થઈ શક્યા નથી.
જાણીને નવાઇ લાગે તેવી વાત એછેકે, છેલ્લા બે વર્ષમાં આખાય ગુજરાતમાં ૩૨ જણાંને સરકારી નોકરી મળી શકી છે. સરકાર ભરતી કેલેન્ડર આધારે ભરતી પરિણામે આ પરિસ્થિતીનું નિર્માણ થયુ છે. ગુજરાતમાં હાલ ૨,૪૯,૭૩૫ બેરોજગારો સરકારી ચોપડે નોંધાયા છે. ભરતી કેલેન્ડર કાગળ પર જ રહી ગયું છે. ગુજરાત સરકારને કોન્ટ્રાક્ટ પધ્ધતિ પર ભરોસો બેઠો છે. એના કારણે સરકારી ભરતી થતી નથી. હજારો શિક્ષિત યુવાઓ સરકારી નોકરીની ભરતી થશે એવી આશાએ તૈયારીઓ કરતા હોય છે. જોકે, તેમના સપના અધૂરાં જ રહી જાય છે.