શિક્ષકો સામે ઝૂકી ગુજરાત સરકાર, 8 કલાક ડ્યુટીનો પરિપત્ર કર્યો રદ

0
893

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ નિભાવવી પડશે એ પરિપત્રને રદ કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરી છે. આખરે શિક્ષણ સંઘ સામે સરકાર ઝૂકી છે અને સરકારને પોતાનો નિર્ણય બદલવાની જરૂર પડી છે.

શિક્ષકોને 8 કલાકની ડ્યૂટી કરવી પડશે તે પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા રદ કરવામાં આવ્યો છે. આ મામલે ગુજરાતભરના શિક્ષકો દ્વારા મોટાપાયે વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ બાદ સરકારને પોતાનો પરિત્ર રદ કરવાની ફરજ પડી છે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રિસંહ ચૂડાસમાએ કહ્યું કે, 8 કલાકનો પરિપત્ર રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેટલા સમયગાળા દરમિયાન પૂરતા પ્રમાણમાં શિક્ષકો કામ કરી રહ્યા છે. અગાઉના સમયગાળા દરમિયાન જ શિક્ષકો કામ કરશે. પ્રાથમિક શાળાઓમાં આરટીઇ હેઠળ જે સમય અંગેનો પરિપત્ર હતો તે રદ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here