સવા કિમીનો રોડ શૉ કરી જનતાનું અભિવાદન ઝીલશે PM મોદી

0
259

પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. જામનગરમાં પીએમ મોદી રાત્રિ રોકાણ કરી આવતીકાલે દ્વારકા જશે. આજે જામનગર ખાતે પીએમ મોદીનો રોડ શૉ યોજાશે. દિગજામ સર્કલથી પાયલોટ બંગલા સુધીનો આ રોડ શો યોજાશે. સવા કિલોમીટર સુધીનો PM મોદીનો રોડ શૉ યોજાશે.16 વોર્ડનાં લોકો માટે 9 બ્લોક ઊભા કરાયાં
આજે પીએમ નરેન્દ્ર મોદી જામનગર પધારશે. જામનગર ખાતે પીએમ મોદીનો રોડ શૉ પણ યોજાશે. દિગજામ સર્કલથી પાયલોટ બંગલા સુધી એમ સવા કિલોમીટર સુધીનો પીએમ મોદીનો રોડ શૉ યોજાશે. માહિતી મુજબ, રોડની બંને બાજુએ લોકો ઊભા રહી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. રસ્તાની ડાબી બાજું સવા કિમીમાં 16 વોર્ડનાં લોકો માટે 9 બ્લોક ઊભા કરાયાં છે. પ્રથમ ગોલ્ડન સિટી માર્ગ, આઈનોક્સ સિનેમા માર્ગ અને સેક્સન રોડ ખાતે બ્લોક તૈયાર કરાયાં છે. ચાર માર્ગીય રોડ પર જમણી બાજુ એમ્યુઝમેન્ટ પાર્ક રોડ, કામદાર કોલોની માર્ગ, ખોડિયાર મંદિર અને જનતા ફાટક માર્ગ પર બ્લોક તૈયાર કરાયા છે.