સીએમ પટેલ એ પીએમ મોદી ને જન્મદિવસ પર આપી ખાસ ભેટ …

0
124

દેશનું સતત ત્રીજી વખત સુકાન સંભાળ્યા પછી પહેલી વખત ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ઓડિશાના ભુવનેશ્વર જવા રવાના થયા છે. આજે પીએમ મોદીનો 74મો જન્મદિન પણ છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સવારે તેમને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે મુખ્યમંત્રીએ પૂજ્ય દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ પુસ્તક જન્મદિવસ ભેટ રૂપે અર્પણ કર્યું હતું.વડાપ્રધાન મોદીનો આજે પોતાના જન્મ દિવસે ભુવનેશ્વર જવા માટે અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થયા છે. એરપોર્ટ પર ગુજરાત સરકારના તમામ મંત્રીઓ હાજર રહ્યા હતા. પીએમ મોદીને વળાવવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા.તેમની સાથે પ્રફુલ્લ પાનસેરિયા, જગદીશ વિશ્વકર્મા, નરહરિ અમીન સહિતના મંત્રીઓ પણ એરપોર્ટ પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીએ તમામ મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. મંત્રીઓ સહિત રાજ્ય પોલીસ વડા પણ ત્યાં હાજર રહ્યા હતા.