હજી પાંચ દિવસ પડશે વરસાદ : આ વિસ્તારોમાં છે આગાહી

0
3104

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. વચ્ચે 15 દિવસ જેટલા વિરામ બાદ છેલ્લા 3-4 દિવસથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે. જો કે સતત વરસાદથી હવે કેટલાક લોકો મેઘરાજાને ખમૈયા કરવા વિનંતી કરી રહ્યા છે. પરંતુ રાજ્યમાં હજીય આગામી 5 દિવસ સુધી વરસાદી વાતાવરણ યથાવત્ રહેવાનું છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી પાંચ દિવસ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સાબરકાંઠા, બનાસકાંઠા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર આ જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. તો કેટલાક વિસ્તારોમાં સવારથી જ મેઘરાજા આગાહી સાચી પાડી રહ્યા છે.

સૌરાષ્ટ્ર પંથકમાં સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ખાંભા પંથકમાં વહેલી સવારથી અત્યાર સુધીમાં લગભગ 10 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. તેમજ લાસા ગામમાં ભારે વરસાદથી રાવલિયો નામની નદીમાં ઘોડાપૂર આવ્યા છે. દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં પણ છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2.6 ઈંચ વરસાદ નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here