હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી વધુ એક ભારતીય જહાજ સુરક્ષિત રીતે થયું પસાર

0
2159

મધ્ય પૂર્વમાં (Middle East) ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ભારત માટે અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકા (USA) અને ઈરાન (Iran) વચ્ચેના યુદ્ધવિરામ બાદ, ભારતનું LPG વહન કરતું ટેન્કર ‘જગ વિક્રમ’ (JAG VIKRAM) સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) પાર કરી ગયું છે. આ સફળતાથી દેશમાં રસોઈ ગેસની અછતની (LPG Shortage) શક્યતામાં મોટો ઘટાડો થયો છે.

JAG VIKRAM : સફળ ઓપરેશન અને કેન્દ્રીય મંત્રીની જાહેરાત
કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે (Sarbananda Sonowal) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી શેર કરી હતી. તેમણે જણાવ્યું કે, ભારતીય ધ્વજ ધરાવતું જહાજ ‘જગ વિક્રમ’, 24 ભારતીય ક્રૂ સભ્યો સાથે 11 એપ્રિલના રોજ પર્શિયન ગલ્ફ (Persian Gulf) પ્રદેશમાંથી સફળતાપૂર્વક રવાના થઈ ચૂક્યું છે. હાલ આ જહાજ ઓમાનના અખાતમાં (Gulf of Oman) પહોંચ્યું છે અને ભારત તરફ આગળ વધી રહ્યું છે.