હોલમાર્કિંગના વિરોધમાં ગુજરાતના જ્વેલર્સની હડતાળ….

0
688

સરકાર દ્વારા સોનાના દાગીના પર હોલમાર્કની (hallmark on gold jewellery) સિસ્ટમ લાગુ કરી ફરજીયાત એચયુઆઈડી (HUID) સિસ્ટમ લગાવવા કરેલા હુકમના કારણે ગુજરાત (Gujarat jewellers strike for GUID) સહિત દેશભરમાં સુવર્ણકારોમાં વિરોધ ઉઠી રહ્યો છે. ત્યારે સુવર્ણકારોએ હોલમાર્કના વિરોધમાં સોમવારે, આજે દેશવ્યાપી હડતાળનું (strike for HUID) એલાન કર્યું છે. આજે ગુજરાત જ્વેલર્સ એસો. હોલમાર્ક યુનિક IDના વિરોધમાં હડતાળ કરી રહ્યાં છે. કાયદાના વિરોધમાં અમદાવાદના 10 હજાર જ્વેલર્સ વિરોધમાં સાથ આપીને આજે બંધ પાળશે. આ કાયદા અંગે વેપારીઓની દલીલ છે કે, HUIDના અમલથી સરકાર ગ્રાહકોને ટ્રેક કરી રહી છે. સાથે સાથે આ ઇન્ડસ્ટ્રીમાં પણ ઇન્સ્પેક્ટર રાજ આવી જવાની સંભાવના નકારી શકાય નહીં. જેને કારણે જ્વેલર્સ અને ગ્રાહકોને નુકસાન થઈ શકે છે માટે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, HUIDના કાયદા અંતર્ગત દેશભરના જ્વેલર્સની એક નેશનલ ટ્રાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. જેને પ્રતીક હડતાલની જાહેરાત કરી છે.
ગુજરાત જ્વેલર્સ એસોસિયેશનના ઝવેરભાઈ ઝવેરી તથા અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણીઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, HUIDના કાયદામાં સોનાના દાગીના કાપવાના, ઓગાળવાના તેમજ બનાવવાના તમામ મુદ્દાઓને આવરી લેવાયા છે. કોઈ સંજોગોમાં કોઇ ગ્રાહક પોતાના સોનાના દાગીના જ્વેલર્સને રિપેરીંગ માટે આપે તો આ કાયદા મુજબ બે ગ્રામથી વધારેના દાગીનાને ફરીથી HUID કરાવવાની નોબત ઊભી થાય તેમ છે. સાથે સાથે આ કાયદાના અમલથી સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં ઇન્સ્પેક્ટર રાજનો અમલ શરૂ થઈ જાય તેમજ જ્વેલર્સ સામે ફોજદારી કાયદાની જોગવાઈ અને તેનું લાઇસન્સ તાકીદે રદ કરવાની જોગવાઈ છે. જેને કારણે જ્વેલર્સ ધંધો કરતા ડરે અને જ્વેલર્સ ધંધો પણ બંધ કરી દે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.
ORRAના ચીફ ઓપરેટિંગ ઓફિસર સેસીલ ડે સાન્ટા મારીયા કહે છે કે, અગાઉ કેટલાક જ્વેલર્સ ગ્રાહકો પાસે 22 કેરેટ જ્વેલરીનો ચાર્જ વસૂલી માત્ર 18 કેરેટ જ્વેલરી જ આપતા હતા. પણ હવે ફરજિયાત હોલમાર્કિંગનો નિયમ આવી છેતરપિંડી થતી અટકાવશે. જ્વેલરીની ખરાઈ કરવા માટે ઘણી વખત ફાયર પદ્ધતિનો ઉપયોગ થાય છે. જેથી હોલમાર્કિંગમાં નિયમના કારણે તમને જ્વેલરીમાં આવો ભાગ જોવા મળી શકે છે. જોકે, તમારે આવા સ્ક્રેપ કાઢીને જે મેળવો છે, તેના જ પૈસા ચૂકવવાના છે.

લોગોના માધ્યમથી તમે જ્વેલરીનો પીસ હોલમાર્ક થયેલો છે કે નહીં તે જાણી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલરી એસોસિએશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાનું કહેવું છે કે, હોલમાર્ક કરેલા જ્વેલરી પીસ પર ત્રણ લોગો જોવા મળશે. જેમાં એક BIS લોગો, એક ગુણવત્તાનો માર્ક અને છ આંકડાના હોલમાર્કિંગ યુનિક આઈડીનો સમાવેશ થાય છે. તેમાં જ્વેલરનો લોગો જોવા નહીં મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here