14 પોઝિટિવ કેસમાં 6 મરકજમાંથી આવેલા લોકોના કેસઃ જંયતિ રવિ

0
70

રાજ્યમાં ચિંતાજનક રીતે કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આજે કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, અમદાવાદમાં 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં બે, સુરતમાં બે અને વડોદરા તથા છોટાઉદેપુરમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 122 થઇ છે. જ્યારે રાજ્યમાં કુલ મૃત્યાંક 11 થયો છે. નોંધનીય છેકે રાજ્યમાં એક જ દિવસમાં કુલ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાંથી 6 મરકજમાંથી આવેલા લોકો છે. જ્યારે 8 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here