રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 186 પર પહોંચ્યો છે. જામનગરના 14 મહિનાના કોરાનાના પોઝિટિવ બાળકનું મોત નીપજ્યું છે. આ બાળકને 5 તારીખે એડમિટ કરવામાં આવ્યો હતો. બાળકનું મૃત્યુ મલ્ટી ઓર્ગન ફેલ્યોર, હાર્ટ અને કિડનીના ફેઈલ થવાના કારણે થયું છે. બાળક જ્યારથી એડમિટ થયું હતું, ત્યારથી અત્યાર સુધી વેન્ટિલેટર પર જ હતું. દાખલ થયેલા ત્યારથી સ્થિતિ નાજુક હતી, ડોક્ટરો દ્વારા તેમને બચાવવાના તમામ પ્રયાસો થયા પરંતુ તેમના હાર્ટ અને કિડની પર પહેલેથી જ અસર હતી. લગભગ એક દિવસથી બાળકની પરિસ્થિતિ વધુ ગંભીર થવાથી આજરોજ બાળકનું મોત થયું છે.રાજ્યમાં કુલ 179 પોઝિટિવ કેસ અત્યારસુધી નોંધાયા છે. જ્યારે જામનગરમાં 14 માસના બાળકનું કોરોનાથી મોત નીપજતાં રાજ્યમાં કુલ મૃત્યાંક 16એ પહોંચ્યો છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યું છેકે, ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં 4 પોઝિટિવ કેસ આવ્યા છે. જેમા ભાવનગરમાં બે, સુરત અને વડોદરામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બે દર્દીઓના મોત નીપજ્યાં છે. કુલ 186 પોઝિટિવ કેસ છે. જેમાંથી 138 એક્ટિવ દર્દી છે. 136 સ્ટેબલ, 2 વેન્ટિલેટર અને 25ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.