રાજ્ય સહિત દેશમાં કોરોના વાયરસના કારણે મંદીનો માહોલ છે. સરકારી અને ખાનગી સંસ્થાઓને કમરતોડ માર પડ્યો છે. દેશના બીજા આર્થિક ક્વાર્ટરનો જીડીપી 23 ટકા માઇનસમાં પટકાયો છે. ખાનગી સાથે સરકારી નોકરીઓમાં તવાઈ બોલી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના યુવાનો માટે સારા સમાચાર આપ્યા છે. સી.એમ. રૂપાણીએ સરકારી પદો પર પસંદ થયેલા ઉમેદાવારોને તાત્કાલિક નિણૂક પત્રો આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત નવા પદો પર ભરતીની જાહેરાત કરી છે. ગાંધીનગરમાં મળેલી ઉત્તર સ્તરીય બેઠકમાં સીએમ રૂપાણીએ જીપીએસસી (GPSC)-ગૌણ સેવા પસંદગી મંડળ-પંચાયત સેવા પસંદગી મંડળ-પોલીસ-સામાન્ય વહિવટ વિભાગ-શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા ભરતી પ્રક્રિયા અંગેના મહત્વપૂર્ણ આદેશ. રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયાઓ પૂરી થઇ ગઇ છે તેવી તમામ જગ્યાઓ સહિત 8 હજાર જગ્યાઓ માટેના નિમણૂંકપત્રો તાત્કાલિક આપવા મુખ્યમંત્રીના સ્પષ્ટ આદેશો. ભરતી માટેની જાહેરાત થઇ ગઇ છે પરંતુ પરિક્ષાની પ્રક્રિયા બાકી છે તેવી જગ્યાઓ માટે કોવિડ-19ની સ્થિતી સામાન્ય થયા બાદ આગળની પ્રક્રિયાઓ કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. આગામી પાંચ મહિનામાં રાજ્યના 20 હજારથી ) વધુ યુવાઓને સરકારી નોકરીની વ્યાપક તક મળશે. રાજ્યના યુવાનો માટે સરકારી વિભાગોમાં રોજગારીની નવી તકો મુખ્યમંત્રી રૂપાણીએ કરી છે. તાજેતરમાં જ એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકારમાં પણ ભરતી પ્રક્રિયા હાલ પૂરતી મોકૂફની સ્થિતિમાં છે ત્યારે ગુજરાતમાં આગામી 5 મહિનામાં 20,000 યુવાનો માટે સરકારી નોકરીની નવી તક ખુલતા રાજ્યમાં અનેક યુવાનોમાં આશાનું કિરણ જન્મ્યું છે.