ઈજા થવા છતાં ‘ધ ફ્રીલાન્સર’નું શૂટિંગ કરતો રહ્યો મોહિત રૈના….

0
201

મોહિત રૈનાને ગંભીર ઈજા થઈ હોવા છતાં પણ તેણે શો ‘ધ ફ્રીલાન્સર’નું શૂટિંગ ચાલુ રાખ્યું હતું. મોહિતે અગાઉ ‘‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’, ‘શિદ્દત’, ‘ભૌકાલ’, ‘મુંબઈ ડાયરીઝ 26/11’ અને ‘કાફિર’માં કામ કર્યું હતું. ડિઝની+હૉટસ્ટાર પર આ શો પહેલી સપ્ટેમ્બરે રિલીઝ થવાનો છે. શોમાં તે અવિનાશ કામતના રોલમાં દેખાશે. તે સિરિયામાં ફસાયેલી એક છોકરીને બચાવતો જોવા મળશે. શોમાં તેની સાથે અનુપમ ખેર, કશ્મારી પરદેશી, સુશાંત સિંહ, જૉન કોકકેન, ગૌરી બાલાજી અને નવનીત મલિક પણ જોવા મળશે. શાનદાર ઍક્શનથી ભરેલા આ શોનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. લોકો આ શો જોવા માટે ઉત્સુક છે. આ શોના શૂટિંગ દરમ્યાન મોહિતને ઈજા થઈ હતી. એ વિશે મોહિતે કહ્યું કે ‘મુંબઈમાં ‘ધ ફ્રીલાન્સર’ના બિઝી શૂટિંગ દરમ્યાન મને ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેને કારણે અનેક પડકારનો સામનો કરવો પડ્યો હતો. ઍક્ટર તરીકે શરતોને આપણે નિયંત્રણ બહાર કરી દઈએ છીએ. એ વખતે આખી ટીમના સમય અને સમર્પણને સન્માન આપીએ છીએ. પૂરા ક્રૂના સપોર્ટે અગત્યની ભૂમિકા ભજવી, એને કારણે અમે શૂટિંગને સફળતાપૂર્વક પૂરું કરી શક્યા.