આનંદ ઉલ્લાસ સાથે જન્માષ્ટમીના પર્વની ઉજવણી…

0
272

જન્માષ્ટમીના તહેવારને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ઠેરઠેર વિવિધ સુશોભન કરવામાં આવ્યા છે. જન્માષ્ટમીના તહેવારને લઈને શહેર સુશોભન કરવામાં આવે છે. શ્રેષ્ઠ સુશોભન કરનારને પ્રોત્સાહિત ઈનામ આપવામા આવે છે તેથી શહેરના દરેક વિસ્તારમાં યુવક મંડળો અને સામાજીક સંસ્થાઓ દ્વારા સુશોભન કરવામાં આવે છે જેમાં ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવે છે.