નવરાત્રીમાં રાખો સ્વાસ્થ્યનું ધ્યાન : ગરબા રમતા HEART ATTACK ના કિસ્સાઓમાં થઇ રહ્યો છે વધારો

0
217

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી જીમ અને ગરબા રમતા હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. ત્યારે આ હાર્ટ એટેકથી બચવા માટે જાણીતા તબીબ એવા ડૉ. તેજસ પટેલે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા 15-20 વર્ષથી યુવાનોમાં આ ટ્રેન્ડ વધ્યો છે. અને કોવિડ મહામારી દરમિયાન જે તકલીફો બધાને થઇ છે અને કોવિડના દર્દીઓ ઠીક થયા પછી ઘરે ગયા અને એટેક આવ્યો તે પછીથી પેનિક બહુ જ વધી ગયું છે. આ સિવાય તેમણે આગળ કહ્યું કે, મોટાભાગના હાર્ટ એટેકના કેસને કોવિડથી લેવા દેવા નથી. આ કેસમાં વધારાનું કારણ ચરબી નળીઓમાં જામવાના કારણે થયા છે….