અમદાવાદમાં રમાઈ શકે છે કોમનવેલ્થ ગેમ્સ 2030…..

0
343

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 માટે બિડ રજૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. તેણે સંબંધિત મંત્રાલયો, વિભાગો અને સત્તાવાળાઓ તરફથી જરૂરી ગેરંટી સાથે યજમાન સહયોગ કરાર (HCA) પર હસ્તાક્ષર કરવા અને બિડ સ્વીકારાય તો ગુજરાત સરકારને જરૂરી ગ્રાન્ટ-ઇન-એઇડ મંજૂર કરવાની મંજૂરી પણ આપી હતી.