6 જિલ્લામાં ઓરેન્જ અલર્ટ, 13 જિલ્લામાં યેલો અલર્ટની આગાહી….

0
317

ગઈકાલે એક દિવસના વિરામ બાદ આજે ફરી એકવાર વરસાદે વહેલી સવારથી ધમાકેદાર એન્ટ્રી કરી છે, ત્યારે આગામી ત્રણ કલાક રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, આગાહી મુજબ 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 13 જિલ્લાઓમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. અનેક જિલ્લાઓમાં વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.અમદાવાદ સહિત રાજ્યાના અનેક જિલ્લાઓમાં આજે સવારથી મેઘરાજાની ફરી એકવારે ભારે બેટિંગ શરૂ થઈ ગઈ છે, ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓને આગામી ત્રણ કલાક માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે અનેક જિલ્લાઓને યેલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે.