જામનગરમાં ગણેશ વિસર્જન સમયે 3લોકોના ડૂબી જવાથી મોત…..

0
273

ગુજરાતમાં આનંદ-ઉલ્લાસથી ગણેશ ઉત્સવની ઉજવાણી કરવામાં આવે છે. પરંતુ જામનગરમાં ઉત્સવ માતમમાં ફેરવાયો હોવાનું સામે આવ્યું છે. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો જામનગરમાં ગણેશ વિસર્જન સમયે 3લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યાં છે.
જામનગરના રામેશ્વર વિસ્તારની જલારામ પાર્ક સોસાયટીમાં રહેતા એક પરિવારના 3 સભ્યના મોત થતા માતમનો માહોલ છવાયો છે. નાઘેડીમાં આવેલા કબીરલહેર તળાવમાં ગણેશ વિસર્જન સમયે 2 બાળકો અને પિતાનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે તેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ 2 બાળક અને પિતાને તળાવમાંથી બહાર કાઢ્યાં ત્યારે ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જેથી 3 મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.