સુપ્રીમ કોર્ટે જામનગરના વનતારાને આપી ક્લીનચીટ….

0
180

ગુજરાતના જામનગર સ્થિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં બનેલ ખાનગી અભ્યારણ વનતારામાં હાથીઓને ટ્રાન્સફર કરવા સામે કરાયેલ પીઆઈએલ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો સમગ્ર પ્રક્રિયા અને નિયમોનું પાલન કરવામાં આવ્યું હોય તો તેમાં કોઈ ભૂલ નથી. સુપ્રીમ કોર્ટે એસઆઈટીના અહેવાલનો સ્વીકાર કર્યો જેમાં જણાવાયું છે કે, વનતારાએ બધા નિયમોનું પાલન કર્યું છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હોય તો રિલાયન્સ ફાઉન્ડેશનના વનતારામાં હાથીઓને મોકલવા બાબતે કોઈ ભૂલ નથી. સુપ્રીમ કોર્ટ ગુજરાતના આ વન્યજીવન સુવિધામાં હાથીઓને ટ્રાન્સફર કરવા સામે પડકારતી પીઆઈએલ પર સુનાવણી કરી રહી હતી. કોર્ટે કહ્યું, ‘જો વનતારા હાથીઓને વન વિભાગ પાસેથી પોતાના રક્ષણ હેઠળ લઈ જાય છે અને સમગ્ર પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે, તો તેમાં કશુ ખોટું નથી કર્યું.