‘મહાભારત’માં કર્ણનું પાત્ર નિભાવનાર પંકજ ધીરનું નિધન…..

0
273

બોલિવુડના દિગ્ગજ અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે. મહાભારતથી કર્ણનું પાત્ર નિભાવી ફેમસ થયેલા પંકજ ધીરે 68 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. પંકજ ધીરના નિધનથી બોલિવુડમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.બોલિવુડ જગતમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. બીઆર ચોપરાની મહાભારતમાં કર્ણનું પાત્ર નિભાવી ઘરે ઘરે ફેમસ થયેલા દિગ્ગજ અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે. ટીવી9 ડિજિટલના સુત્રોને મળેલી જાણકારી અનુસાર 14 ઓક્ટોબરના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા છે. પંકજ ધીરના નિધનથી બોલિવુડ તેમજ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે.