વડાપ્રધાન મોદી અને અમિતભાઇ આવતા સપ્તાહે ગુજરાત આવશે

0
2140
Narendra Modi, India's prime minister, left, and Amit Shah, president of the Bharatiya Janata Party, attend an event marking the release of the Bharatiya Janata Party manifesto at the party's headquarters in New Delhi, India, on Monday, April 8, 2019. The ruling BJP pledged spend $1.44 trillion on infrastructure to boost the economy and raise living standards, in a bid to match its main rivals populist promises. Photographer: T. Narayan/Bloomberg via Getty Images

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે હવે પ્રચાર યુદ્ધ શરૂ થયું છે. ભાજપે ચાર ઝોનમાં અલગ અલગ એંસી જેટલા આગેવાન નેતાઓને પ્રચારમાં જોતર્યા છે જ્યારે કોંગ્રેસે ચાળીસ જેટલા નેતાઓને સ્ટાર પ્રચારક તરીકે પ્રચારની જવાબદારી સોંપી છે. આપ દ્વારા 20 નેતાઓને પ્રચાર કામગીરી સોંપી છે. ત્યારે આગામી સપ્તાહમાં 26 એપ્રિલના રોજ યોજાનારા મતદાન માટે ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અમદાવાદ આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી એરપોર્ટથી સીધા રાણીપ ખાતે આવેલા મતદાન મથક ખાતે મતદાન કરશે. જ્યારે અમિતભાઇ નારણપુરા સંઘવી સ્કૂલ નજીકના મતદાન કેન્દ્ર ખાતે મતદાન કરશે.