દેશનું અર્થતંત્ર બનશે વધુ મજબૂત : PM મોદી

0
95

વૈશ્વિક સ્તરે ચાલી રહેલી ભૂ-રાજકીય ઉથલપાથલ અને વેપારની અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ કેવી રીતે જાળવી રાખવી, તે વિષય પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર પરિષદ ના સભ્યો સાથે યોજાઈ હતી, જેમાં ભારતના આર્થિક વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેના રોડમેપ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આર્થિક સુધારા અને વૈશ્વિક સંકટની અસર
બેઠક દરમિયાન, પીએમ મોદી અને નિષ્ણાતોએ ભારતમાં ‘ઈઝ ઓફ લિવિંગ’અને ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ ને વધુ સરળ બનાવવાના સુધારાઓ પર મંથન કર્યું હતું. આ સાથે જ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટની ભારત અને વૈશ્વિક અર્થતંત્ર પર શું અસર પડી શકે છે, તેનું ગંભીર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

ભારતની આર્થિક છલાંગ: GDP માં રેકોર્ડ વૃદ્ધિ
એક તરફ વૈશ્વિક અર્થતંત્રો સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ભારતે પોતાની મજબૂતાઈ સાબિત કરી છે. 5 જૂને જાહેર થયેલા સત્તાવાર આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2025-26 ના ચોથા ક્વાર્ટરમાં [Q4] ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 7.8 ટકા નોંધાયો છે, જે સમગ્ર વર્ષ માટે 7.7 ટકાના મજબૂત સ્તરે રહ્યો છે. આ આંકડા બજારની અપેક્ષાઓ કરતા ઘણા વધુ સારા છે.