ગ્લોબલ રાજકારણમાં અત્યાર સુધીના સૌથી મોટા તણાવપૂર્ણ ઘટનાક્રમમાં, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી યુએસ સૈન્યએ ઈરાનના વ્યૂહાત્મક વિસ્તારો પર મોટો હુમલો કર્યો છે. બુધવારે રાત્રે ચાબહાર અને બંદર અબ્બાસ સહિતના ઈરાનના અનેક મહત્વના સ્થળો પર અમેરિકન મિસાઈલો ત્રાટકી હતી, જેના કારણે એક રેલ્વે પુલ ધરાશાયી થયો છે અને મોટાભાગના વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો છે.અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર વિનાશક હુમલો કરવાની ધમકી આપી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવાની ધમકી આપી હતી. આજે ગુરુવારે વહેલી સવારે મધ્ય-પૂર્વમાં ભૌગોલિક રાજકીય તણાવે નવો વળાંક લીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી યુએસ સૈન્યએ ઈરાનના વિવિધ વ્યૂહાત્મક સ્થળો પર ભીષણ લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. આ હુમલાઓનો મુખ્ય હેતુ હોર્મુઝ સ્ટ્રેટમાં નેવિગેશનની સ્વતંત્રતાને સુરક્ષિત કરવાનો અને ઈરાનની સૈન્ય ક્ષમતાને નબળી પાડવાનો હોવાનું સેન્ટકોમ દ્વારા જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે હુમલાની તીવ્રતાનો અંદાજએ વાત પરથી લગાવી શકાય છે કે ઈરાનના ચાબહાર, બંદર અબ્બાસ, સિરિક અને કોનારક જેવા મહત્વના શહેરોમાં એકસાથે અનેક વિસ્ફોટો સંભળાયા હતા.






