લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાયેલી આઇસીસી Women T20 World Cup 2026 ની રોમાંચક ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવીને રેકોર્ડ સાતમી વખત ખિતાબ પોતાના નામે કર્યો છે. 5 જુલાઈ (રવિવાર) ના રોજ રમાયેલા આ મહામુકાબલામાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 151 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને કાંગારૂ ટીમે માત્ર 17.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો.151 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર જ્યોર્જિયા વોલ બીજા જ ઓવરમાં આઉટ થઈ ગઈ હતી. જોકે, ત્યારબાદ ફોએબે લિચફિલ્ડ અને વિકેટકીપર બેટર બેથ મૂનીએ ઇંગ્લિશ બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 100 રનની મજબૂત ભાગીદારી થઈ હતી. લિચફિલ્ડ પરફેક્ટ ટાઇમિંગ સાથે 35 બોલમાં 68.57 ના સ્ટ્રાઇક રેટથી 48 રન (6 ચોગ્ગા, 2 છગ્ગા) બનાવી આઉટ થઈ હતી. જ્યારે બેથ મૂનીએ 49 બોલમાં 10 ચોગ્ગાની મદદથી શાનદાર 64 રન ફટકાર્યા હતા. ત્યારબાદ એલિસ પેરી (અણનમ 13) અને એશ્લે ગાર્ડનરે (અણનમ 3) ટીમને જીત અપાવી હતી. ઇંગ્લેન્ડ તરફથી ચાર્લોટ ડીન, સોફી એક્લેસ્ટોન અને લોરેન બેલે 1-1 વિકેટ લીધી હતી.






