ગુજરાતમાં કોરોનાના કુલ 74 દર્દીઓ : 6ના મોત

0
983

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 5 કેસ સામે આવતા રાજ્યમાં કોરોનાના કુલ 74 દર્દીઓ થયા છે.ભાવનગરમાં એક જ દિવસમાં 5 કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે. જેમા ચાર કેસ શહેરના અને એક કેસ જેસર તાલુકાનો છે. શહેરમાં નોંધાયેલા પોઝિટિવ કેસ 1થી 2 એરિયાના જ હોવાનું સ્પષ્ટ થયું છે. જેને પગલે હાલમાં ભાવનગરની એ બે એરિયા પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાંથી પાંચના મોત થઈ ગયા છે. જેમાં ત્રણ અમદાવાદમાં, એક ભાવનગર અને એક સુરતમાં મોત થયું છે. 10 દિવસની કાળજીપૂર્વકની સારવાર બાદ તેનો 24 કલાકમાં બે વાર રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. બીજીતરફ આજે અમદાવાદમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ આવતા આંકડો 74 પર પહોચ્યો છે. ત્યારે આજે સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું છે. આ વ્યક્તિ ડાયાબિટીસની બીમારીથી પણ પીડાતો હતો. આજના મોત સાથે રાજ્યમાં કોરોનાથી મૃત્યુપામનારનો આંકડો 6 પર પહોંચ્યો છે. એકસાથે 5 પોઝિટિવ કેસ અને એકનું મોત સામે આવતા 100થી વધુ લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવશે. ગઈકાલે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કુલ 74 કેસો નોંધાયા હતા જ્યારે આજના ભાવનગર 5 મળીને આંકડો 68એ પહોંચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here