રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓના વેતનમાં 30 ટકાનો કાપ

0
842

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાની મહામારી સામે લડવાના ખર્ચના સંદર્ભમાં બે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.મુખ્ય મંત્રીએ આ જાહેરાત કરતા કહ્યું કે રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલેકે 31 માર્ચ 2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકાનો કાપ સ્વીકારી ને આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે.વિજય ભાઈ રૂપાણી એ રાજ્ય ના તમામ ધારાસભ્યો ને મળતી 1 કરોડ 50 લાખની એમ એલ એ લેડ ગ્રાન્ટ પણ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી કોરોના સામે પ્રજા ના હિત માં થનારા ખર્ચ માટે વાપરવામાં આવશે તેમ જાહેર કર્યું છે*પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ની કેન્દ્ર સરકારે દેશના સાંસદો ના પગાર માં 30 ટકા કાપ બે વર્ષ સુધી કરીને તે રકમ કોરોના સામે થનાર ખર્ચ માં અને એમ.પી. લેડ ફંડ ની રકમ પણ બે વર્ષ માટે કોરોના સામે લડવા ના ફંડ માં આપવાનો જે નિર્ણય કર્યો છે તેનું સમર્થન કરતા ગુજરાત સરકારે પણ આ નિણર્ય કર્યા છે તેમ મુખ્ય મંત્રી એ ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here