અંબાજીથી નડાબેટ સુધી 1551 ફૂટ લાંબા ધ્વજ સાથે તિરંગા યાત્રા

0
460

ભારતદેશની આઝાદીના 75 વર્ષ  પૂર્ણ થવાના અવસરને લઈ દેશ ભરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગામે ગામ દેશભક્તિનો માહોલ સર્જાયો છે સાથે હર ઘર તિરંગાની બાબતને લઈ લોકોમાં પણ દેશપ્રેમ જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અંબાજીથી નડાબેટ સુધીની તિરંગાયાત્રાનું આયોજન હાથ ધરાયુ છે જેને લઈ ગુજરાત  રાજ્યમંત્રી કીર્તીસિહ વાઘેલા,સાંસદ પરબતભાઈ પટેલ,બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમજ પુર્વ ઘારાસભ્યો સહીત બનાસકાંઠા જિલ્લા ના ભાજપા પદાધિકારીઓ ઉપસ્તીથ રહી યાત્રાને નડાબેટ માટે પ્રસ્થાન કરાવી હતી. આજે અંબાજી થી નડાબેટ સુધી ની 1551 ફૂટ લાંબા તિંરગા ધ્વજ સાથે આ તિરંગા યાત્રા નું શુભારંભ કરાયું હતું એટલુંજ નહીં આ યાત્રા અંબાજી ના માર્ગો ઉપર પસાર થતા લોકો એ પણ પુષ્પ વર્શા કરી તિંરગા યાત્રા નું સ્વાગત કરતા જોવા મળ્યા હતા અંબાજી થી નીકળેલી આ યાત્રા ભારત પાકિસ્તાન ની સરહદે આવેલા નડાબેટ ખાતે નડેશ્વરી માતા ના મંદિરે પૂર્ણ કરવામાં આવશે જ્યારે 1551 ફૂટ લાંબા તિંરગા ધ્વજ યાત્રા નુ મુખ્ય આકર્ષણ રહ્યુ હતુ  ગુમાનસિહજી ચૌહાણ(પ્રમુખ જીલ્લા ભાજપા) બનાસકાંઠાએ જણાવ્યુ હતુ કે  ભારતદેશની આઝાદીના 75 વર્ષ  પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે લોકોમાં દેશભાવના જાગે તેમજ વિરગતિ પામેલા જવાનોને યાદ કરવા માટે આયોજન કરાયુ હતુ.