ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરના નામ સામે કાર્યકરોનો વિરોધ…

0
188

વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારો નક્કી કરનાર અલ્પેશ ઠાકોરને હવે પોતાની ઉમેદવારી માટે પણ સલામત બેઠકના ફાંફાં પડી રહ્યા છે. છેલ્લી બે ટર્મથી ભાજપ માટે સલામત ગણાતી ગાંધીનગર દક્ષિણ બેઠક માટે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવાની હિલચાલના પગલે આ વિસ્તારમાં સ્થાનિક કાર્યકરો અને નેતાઓમાં ભારે રોષ ફેલાયો છે. સામાજિક આગેવાનો પણ આયાતી ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોરનો વિરોધ નોંધાવી રહ્યા છે.

વર્ષ 2012માં નવા સીમાંકન બાદ ગાંધીનગર બેઠકનું વિભાજન થતાં ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ એમ બે બેઠક અસ્તિત્વમાં આવી હતી. તે પછી થયેલી બંને વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શંભુજી ઠાકોર ચૂંટાઇ આવ્યા હતા. ભાજપ માટે આ સલામત બેઠક ગણાતી હોવાથી અલ્પેશ ઠાકોરે દાવેદારી નોંધાવી હતી પરંતુ સ્થાનિક કક્ષાએથી અલ્પેશનો ભારે વિરોધ થઇ રહ્યો છે પરિણામે ગુરૂવારે જાહેર થયેલી ભાજપની 160 ઉમેદવારોની યાદીમાં ગાંધીનગર અને રાધનપુર બંને બેઠકોના નામ જાહેર કરવાના બાકી રખાયા છે. અલ્પેશ ઠાકોરના વિરોધમાં ગાંધીનગર દક્ષિણ વિસ્તારમાં અનેક સ્થળોએ બેનરો પણ લાગ્યા છે.