ASER ના રિપોર્ટ અનુસાર ગુજરાત ના બાળકો ની વાંચન ક્ષમતા નબળી

0
245

ગુજરાતમાં શૈક્ષણિક સ્થિતિને લઇને એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. શૈક્ષણિક સ્થિતિને લઈ ASERનો રિપોર્ટ સામે આવ્યો છે જે મુજબ 14થી 18 વર્ષના બાળકોને આજે પણ ફાંફા પડી રહ્યા છે. જણાવી દઇએ કે, 85.20 ટકા બાળકો પોતાની માતૃભાષા પણ વાંચી શકતા નથી. ASER એ દેશના 26 રાજ્યના 28 જિલ્લાઓમાં આ સર્વે કરાવ્યો હતો. ગુજરાતમાંથી આ માટે મહેસાણા જિલ્લો પસંદ કરવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, મહેસાણાના 60 ગામોમાં ASER એ સર્વે કરાવ્યો હતો.ભારતમાં શિક્ષણની સ્થિતિ અંગેના સર્વેનો અહેવાલ એટલે કે વાર્ષિક ધોરણે શિક્ષણનો અહેવાલ (ASER 2023) બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં દેશની શિક્ષણ વ્યવસ્થાને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ASER રિપોર્ટ દેશના ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ પ્રણાલી અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક કુશળતાની વાસ્તવિકતા સમજાવે છે. ગ્રામીણ વિદ્યાર્થીઓ મૂળભૂત ગણિત પણ હલ કરી શકતા નથી. ASER રિપોર્ટમાં ગ્રામીણ ભારતમાં 14 થી 18 વર્ષના યુવાનોની ડિજિટલ ટૂલ્સની ઍક્સેસ સાથે વાંચન અને ગણિતના કૌશલ્યો વિકસાવવાની ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.