ATMમાંથી રૂપિયા ઉપાડી લેતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ

0
291

ATM મશીનમાં એટીએમ કાર્ડ ફસાવી દઈ ફ્રોડ કરી રૂપિયા ઉપાડી લેતી આંતર રાજ્ય ગેંગને પલસાણા પોલીસે ઝડપી પાડી છે. પોલીસે એક મહિલા સહિત ૫ લોકોની ધરપકડ કરી છે. આ સાથે પોલીસ તપાસમાં ૬ ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડી જાણી ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પલસાણા પોલીસને માહિતી મળી હતી કે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ATM કાર્ડ થકી ફ્રોડ કરતી ગેંગના માણસો હાલમાં પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારના સાંકી ગામ ખાતે આવેલા સુદર્શન સોસાયટીમાં આવેલા એક મકાનમાં રોકાયેલા છે માહિતીના આધારે પોલીસે ટીમ બનાવી ત્યાં દરોડો પાડી એક મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ૨.૬૦ લાખની રોકડ, ૭ મોબાઈલ, ૬ એટીએમ કાર્ડ, ૮ સીમ કાર્ડ મળી કુલ ૨.૮૧ લાખની મત્તા કબજે કરવામાં આવી હતી પોલીસ સમક્ષ આરોપીઓએ કબુલાત કરતા સુરત શહેરમાં ૬ જગ્યાએથી રૂપિયા ઉપાડી લીધાની કબુલાત કરી હતી. (૧) શિવશંકર રામુપ્રસાદ, (૨) સુભાષકુમાર સંદર્શનસિંગ (૩) ભરતકુમાર ઉમેશપ્રસાદ,(૪) અરૂણકુમાર શરમનકુમાર પંચોરી (૫) એક મહિલાનો સમાવેશ થતો હતો.