Dark Web પર વેચાઈ રહ્યો છે સલમાન ખાનનો અંગત ડેટા!

0
373

વર્ષ 2022માં ટ્વિટરની ખૂબ જ ચર્ચા થઈ હતી. જ્યારથી એલોન મસ્ક કંપનીના માલિક બન્યા છે ત્યારથી ટ્વિટરમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. લોકોની છટણી બાદ મસ્કે કામ કરવાની રીત પણ બદલી છે. એલોન મસ્ક કર્મચારીઓ પાસેથી વધુ કામ લઈ રહ્યા છે. એવું કહેવું ખોટું નહીં હોય કે ટ્વિટરમાં કંઈક સારું નથી ચાલી રહ્યું. એક નવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એક હેકરે લગભગ 400 મિલિયન યુઝર્સના ડેટાની ચોરી કરી છે, જેમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને બોલિવૂડ એક્ટર સલમાન ખાનના નામ સામેલ છે. આ તમામના અંગત ડેટા ડાર્ક વેબ પર વેચાણ માટે રાખવામાં આવ્યો છે.

ઈઝરાયેલની સાયબર ઈન્ટેલિજન્સ કંપની હડસન રોકે તેના રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે ટ્વિટર યુઝર્સના ડેટાની વિગતો ડાર્ક વેબ પર વેચાઈ રહી છે, જેમાં યુઝર્સના ઈમેલ, નામ, યુઝરનેમ અને ફોન નંબરનો સમાવેશ થાય છે. થોડા મહિના પહેલા 5.4 મિલિયન યુઝર્સનો ડેટા લીક થયો હતો.

ઘણા હેકર્સે ડેટાના સેમ્પલ ઓનલાઈન શેર કર્યા છે, જેમાં ઘણા મોટા નામ દેખાઈ રહ્યા છે. આ વખતે તેણે ઘણા હાઈ-પ્રોફાઈલ એકાઉન્ટ પણ હેક કર્યા છે.