ગુજરાતના શિક્ષિત બેરોજગારો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે એક અત્યંત રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-1 અને વર્ગ-2 ની કુલ 279 ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અભિયાન રાજ્યની વહીવટી વ્યવસ્થાને સુધારવા અને નવી રચાયેલી મહાનગરપાલિકાઓને મજબૂત કરવાના હેતુથી હાથ ધરવામાં આવ્યું છે.






