આગ ઓકતી ગરમીથી મળશે આંશિક રાહત, આગામી બે દિવસ ગુજરાતમાં વરસાદની વકી

0
199

રાજ્યમાં શુક્રવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. અમદાવાદમાં પણ ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો હતો અને કેટલાંક વિસ્તારોમાં અચાનક વરસાદ તૂટી પડ્યો હતો. આકાશમાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. વરસાદ પડ્યા બાદ શહેરીજનોને આગ ઓકતી ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ફરીથી વરસાદ પડી શકે છે. જે બાદ લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે. રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.