પોલીસની ભરતીની પ્રક્રિયા ચાલતી હોય છે ત્યારે સૌપ્રથમ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવે છે. જેમાં સૌથી મોટા છબરડો સામે આવ્યો છે. આજે જ્યારે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં PI માટે ભરતીની પરીક્ષા ચાલતી હતી. ત્યારે સવારે છ કલાકે ફિઝીકલ ટેસ્ટમાં વિદ્યાર્થીઓને બે રાઉન્ડ દોડાવ્યાં બાદ તેમને અટકાવવામાં આવ્યાં હતાં. જે બાદ જાણ થઇ કે ટેક્નિકલ એરરને કારણે સેન્સર બંધ થઇ ગયા હતાં. જે બાદ જીપીએસસી દ્રારા આ વિદ્યાર્થીઓને બે ઓપ્શન આપવામાં આવ્યાં હતાં કે તેઓ આજે એક કલાક બાદ પરીક્ષા આપી શકે કે 30મી તારીખે આ પરીક્ષા ફરીથી આપી શકે.
આ અંગે વિદ્યાર્થીઓની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, ‘આ ટેક્નિકલ એરરમાં જીપીએસસી પહેલાથી તકેદારી રાખી શક્યાં હોત. પરંતુ આ ટેક્નિકલ એરરને બાદ અધિકારીઓને અમને ઘણો સપોર્ટ કર્યો છે. પરંતુ જે લોકો બીજી જગ્યાથી આવ્યાં હોય તેમને થોડી તકલીફ થાય છે.’જીપીએસસીનાં ચેરમેન દિનેશ દાસએ આ અંગેની ટ્વિટર પર માહિતી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, આજે પહેલી બેચમાં બીજા રાઉન્ડ દરમિયાન ટેક્નિકલ એરરને કારણે સેન્સર બંધ થઇ ગયા હતાં. આ એરર બાદ અમે વિદ્યાર્થીઓને બે ઓપશન આપ્યાં હતાં. જેમાં એક હતું કે, વિદ્યાર્થીઓ એક કલાક બાદ ફરીથી પરીક્ષા આપે. બીજી ઓપ્શનમાં 30મી તારીખે આવીને ફરીથી પરીક્ષા આપે.