RTO કચેરીથી ચંદ્રભાગા બ્રિજ સુધીનો ગાંધી આશ્રમ રોડ કાયમી બંધ

0
161

અમદાવાદના ગાંધી આશ્રમ રિ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત મહત્વની જાહેરાત કરવામાં આવી છે. RTO કચેરીથી ચંદ્રભાગા બ્રિજ સુધીનો આશ્રમ રોડ હવે કાયમ માટે બંધ થશે. ટ્રાફિક પોલીસ અને ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ દ્વારા સંયુક્ત જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના ગાંધી આશ્રમ રિ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત મહત્વની જાહેરાત કરવામાં આવી છે. RTO કચેરીથી ચંદ્રભાગા બ્રિજ સુધીનો આશ્રમ રોડ હવે કાયમ માટે બંધ થશે. ટ્રાફિક પોલીસ અને ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ દ્વારા સંયુક્ત જાહેરાત કરવામાં આવી છે.

હોટેલ આશ્રયથી કાર્ગો મોટર સુધીનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. વાહનચાલકો માટે વિવિધ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. આજે મધરાત્રે 12 વાગ્યાથી શરુ થશે અમલ કરવામાં આવશે. જો કે અગાઉ પણ હંગામી ધોરણે અમલ કરવામાં આવ્યો હતો.